Source : ReadGujarati.com
લગ્નસંબંધનું ગણિત
અહીં બે પ્રશ્નો ઉદ્દભવે છે.
એક, સપિંડ વચ્ચે નિષેધ શા માટે ?
બે, સાત પેઢી પછી સપિંડતા રહેતી નથી, તેથી સાત પેઢી પછીનાં માટે નિષેધ નથી. અહીં સાત જ કેમ ? પાંચ કે દસ કેમ નહીં ?
પહેલા પ્રશ્નનો ઉત્તર સરળ છે.
સ્ત્રી પુરુષ સાથે સહસંબંધથી એટલે કે પુરુષનો શુક્રકોષ અને સ્ત્રીના અંડકોષના મિલનથી પછી સ્ત્રી સગર્ભા બને છે. શિશુમાં માતા-પિતાના પિંડનો અંશ આવવાથી શિશુ પિતા ઉપરાંત માતા સાથે પણ સપિંડતાથી જોડાય છે.
પ્રાચીનકાળથી વિજ્ઞાનીઓ-ઋષિઓ એ જાણતા આવ્યા છે કે નિકટના સગાંમાં લગ્નથી માઠાં લક્ષણો, આનુવંશિક રોગો, વિકૃતિઓ તથા અપ્રતિકારિતા સંતાનોમાં ઊતરે છે. આથી તેમણે નિકટના- સપિંડ વચ્ચે વિવાહ વર્જિત ઠરાવ્યો.
બીજા પ્રશ્નમાં સરળ ગણિત લાગુ પડે છે.
સંતાનોમાં માતાપિતાનો વારસો કેવી રીતે ઊતરે છે અને કેવી રીતે ક્ષીણ થતો લગભગ નહીંવત બની જાય છે, તે જોઈએ. આપણે જાણીએ છીએ કે દરેક સંતાન માતાપિતાનો અડધો-અડધો વારસો લઈને જન્મે છે. આ વારસો જેમ એક-એક ચરણ આગળ ઊતરે તેમ તે ફરી અડધો-અડધો થતો જાય છે. આ રીતે….
100-0 ચરણ (વર્તમાન પેઢી)
50-પહેલું ચરણ (તે પછીની પહેલી પેઢી)
25-બીજું ચરણ (બીજી પેઢી)
12.5-ત્રીજું ચરણ (ત્રીજી પેઢી)
6.25-ચોથું ચરણ (ચોથી પેઢી)
3.125-પાંચમું ચરણ (પાંચમી પેઢી)
1.56-છઠ્ઠું ચરણ (છઠ્ઠી પેઢી)
0.78-સાતમું ચરણ (સાતમી પેઢી)
[નોંધ :- વિજ્ઞાનના જાણકાર મિત્રોને અર્ધ આયુષ્ય સમય (t1/2) ની જાણકારી હશે. આ બાબત તે પરથી સરળતાથી સમજી શકાય.added by Paresh Jha]
આમ, 7મી પેઢીથી પહેલી પેઢીનો વારસો ઘટતો જઈ એક ટકાની અંદર-આશરે 0.78 ટકા થાય છે. આટલો પ્રભાવ એટલે નહિવત- શૂન્યવત પ્રભાવ. એટલે 7 પેઢીએ સપિંડતા સમાપ્ત થયા પછી જો બે વ્યક્તિ લગ્ન કરે, તો તેમને આનુવંશિક વિકૃતિ, રોગ, અપ્રતિકારિતા આદિનો ભય નડે નહીં.
[‘ગણિતવિહાર'-ગૂર્જર પ્રકાશન, લેખક- શ્રી બંસીધર શુક્લ & readgujarati.comનો ખૂબ ખૂબ આભાર...]
No comments:
Post a Comment