Thursday, 8 May 2014

વૈજ્ઞાનિકોએ સૌ પ્રથમ "એલિયન DNA" માંથી અર્ધ કૃત્રિમ કોષ બનાવ્યો.

Source : esciencenews.com
'નેચર' મેગેઝિનમાં પ્રસિદ્ધ થયેલા એક સંશોધન પત્ર અનુસાર, વૈજ્ઞાનિકોએ પૃથ્વી પર કોઈ સજીવમાં ન હોય (અર્થાત 'એલિયન') તેવા બિલકુલ જુદાં જ DNA કૉડની મદદથી સૌ પ્રથમ અર્ધ કૃત્રિમ કોષ બનાવ્યો.

આ અર્ધ સાંશ્લેષિત સૂક્ષ્મજીવ, હકીકતમાં ઈ. કોલી બેક્ટેરીયા છે. પણ, આ બેક્ટેરીયાના DNA કૉડમાં ચાર અક્ષર (A,T,C,G) ના પારંપરીક કૉડને બદલે છ અક્ષરનો DNA કૉડ હોય છે.

આ બેક્ટેરીયાના DNA કૉડમાં કૃત્રિમ છઠ્ઠી જોડને X અને Y કહે છે. આ વધારાની જોડ પર DNA કૉડ પણ અન્ય DNA કૉડ સાથે બંધ બેસતા હોય છે. 

સંશોધનકર્તાઓ એ નોંધ્યું છે કે, "આ બેક્ટેરીયા પણ અન્ય સજીવોની માફક વંશવૃદ્ધિ કરે છે. અન્ય સજીવોની માફક તેઓ પણ પોતાના DNA કૉડ વારસામાં  આપે છે. અલબત્ત, આ નવા DNA કૉડને લીધે બેક્ટેરીયામાં કોઈ નવા પ્રકારનું પ્રોટીન નિર્માણ થતું નથી. નવા DNA કૉડ બેક્ટેરીયાની ચયાપચય (metabolism)‌ ક્રિયાઓમાં કોઈ ભાગ નથી લેતાં," 

સંશોધકોનું સૈદ્ધાંતિક રીતે  માનવું છે કે, "નવા ઉમેરેલા DNA કૉડ વડે સજીવ કોષમાં 20 કરતાં વધારે એમિનો એસિડ પેદા થઈ શકશે. જેથી સજીવ કોષમાં નવા પ્રકારના પ્રોટીનનું નિર્માણ થશે."

No comments:

Post a Comment

HAPPY MOTHER'S DAY : मधर डॅ का इतिहास जाने

मधर डॅ का इतिहास :- प्राचीन समय में ग्रीकवासी क्रोनस की पत्नी और समग्र देवताओं की माता "रिहा" (Rhea)‌ को आदर देने के लिए मधर ड...